ટ્રમ્પ ટેરિફનો ખૌફઃ નિકાસકારો અમેરિકામાં સમય કરતાં વહેલો માલ મોકલી રહ્યા છેઃ બંદરો પર શિપમેન્ટમાં રેકોર્ડ બ્રક ઉછાળો : ગયા અઠવાડિયે ભારતના મુખ્ય બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગોનું પ્રમાણ ૧૮ થી ૨૨ ટકા વધ્યું હતું : બીજા ક્વાર્ટરમાં માલની નિકાસ ૪.૨ ટકા વધીને $૧૧૧.૭ બિલિયન થવાનો અંદાજ છે10:03 AM IST
અમેરિકાને ટેરિફથી ખૂબ ફાયદો ! દરરોજ ૨ અબજ ડોલર મળી રહ્યા છે : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમને દરરોજ લગભગ $2 બિલિયન ટેરિફ મળી રહ્યા છે... અને અમે ખૂબ સારું કરી રહ્યા છીએ, અત્યારે જાપાન અહીં સોદો કરવા માટે આવી રહ્યું છે, દક્ષિણ કોરિયા અહીં સોદો કરવા માટે આવી રહ્યું છે અને અન્ય દેશો પણ અહીં આવી રહ્યા છે10:07 AM IST
વધુ ત્રણ જૂથોએ હુર્રિયત સાથે છેડો ફાડયોઃ અમિતભાઇ 12:01 PM IST
‘‘મહિલાઓને મુક્તપણે જીવવા દો, તેમના પર નજર રાખવાની જરૂર નથી'' : સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી : સમાજમાં મહિલાઓ પ્રત્યેની વિચારસરણી બદલવાની જરૂરઃ તેમને મુક્ત છોડી દો : સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા માટે બહુપક્ષીય જાગળતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂકયોઃ ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે પુરુષો કયારેય મહિલાઓની અસુરક્ષાને સમજી શકતા નથી10:11 AM IST
પી ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં બેભાન થયા10:13 AM IST
ટ્રમ્પ પર હુમલાના આરોપી રાયન વેસ્લી રાઉથે યુક્રેનથી રોકેટ લોન્ચર ખરીદવાનો પ્રયાસ કર્યો હતો : અમેરિકી સરકારનો દાવો : ચોંકાવનારા સંદેશાઓ સામે આવ્યા : 58 વર્ષીય રાઉથે ટ્રમ્પને મારવાની યોજના બનાવી હતી : ગુપ્ત એપ પર યુક્રેનના સંપર્ક સામે કહ્યું હતું - "ટ્રમ્પને ચૂંટણી જીતતા રોકવા હથિયાર જોઈએ"12:24 AM IST
આપણે દલિત, મુસ્લિમ, બ્રાહ્મણમા ફસાયેલા રહ્યા, ઓબીસી આપણાથી દૂર થઇ ગયા : CWC ની આ બેઠકમાં, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીની રણનીતિ અને સામાજિક સમીકરણો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા: કોંગ્રેસ લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમ સમુદાય વિશે વાત કરે છે, ત્યારે તેની ટીકા થાય છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી.9:23 PM IST
રાજનાથ સિંહ અને યુએઈના ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત:સંરક્ષણ સંબંધો પર ચર્ચા : આ સમય દરમિયાન બંને નેતાઓએ સંસ્થાકીય પદ્ધતિઓ, લશ્કરી કવાયતો, તાલીમ કાર્યક્રમોના આદાનપ્રદાન વગેરે દ્વારા વર્તમાન સંરક્ષણ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો: 'મેક-ઇન-ઇન્ડિયા' અને 'મેક-ઇન-અમીરાત' જેવી પહેલો વચ્ચે સંભવિત તાલમેલ અંગે પણ ચર્ચા કરવામાં આવી9:24 PM IST
સૌથી નાની ઉંમરના વડાપ્રધાન, 17 કરોડના પર્સ, 42 કરોડની ઘડિયાળ, આ છે થાઈલેન્ડના યુવાન મહિલા પીએમ પૈટોંગટોર્ન શિનાવાત્રા : પૈતોંગટર્ન થાઈલેન્ડના પૂર્વ પીએમ અને બિઝનેસમેન થાકસિન શિનાવાત્રાની દીકરી છે અને તેઓ પિતાનો બિઝનેસ પણ સંભાળે છે. પૈતોંગટર્ન શિનાવાત્રાના પરિવારની ગણતરી થાઈલેન્ડના સૌથી અમીર પરિવારમાં, કોમર્શિયલ પાઇલટ પિડોક સૂકસાવાલ સાથે કર્યા છે લગ્ન, આ દંપતીને બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે.9:26 PM IST
હોન્ડુરાસનો અમેરિકામાં ભણતો સ્ટુડન્ટ તૂટેલી લાઈટવાળી ગાડી લઈને નીકળ્યો તેમાં આવી ગયું ડિપોર્ટેશન! : ઈમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવતા તે એક્સપાયર થઈ ગયેલા વિઝા પર રહેતો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક તેને ડિટેઈન કરી ICEને સોંપી દેવાયો: ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ શરૂ, યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા કરી રહી છે વિદ્યાર્થીના બચાવનો પ્રયત્ન, સ્ટુડન્ટની કરિયરનો સવાલ 9:39 PM IST
મહાત્મા ગાંધીની વાસ્તવિક મૂડી કોંગ્રેસ પાર્ટી પાસે રહેલો તેનો વૈચારિક વારસો છે: મલ્લિકાર્જુન ખડગે : તેમણે કહ્યું- સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધોને એવા દર્શાવવાનું કાવતરું થાય છે કે જાણે બે નાયકો એકબીજાના વિરોધી હોય. જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોની સાક્ષી આપે છે.9:30 PM IST
મહિલા હોય કે બાળક-પસન્માદા મુસ્લિમ, દરેકના અધિકારોનું રક્ષણ કરશે : પીએમએ કહ્યું- હવે વકફ નોટિસ ડરાવશે નહીં : પીએમએ કહ્યું કે હું દેશની સંસદને સમગ્ર સમાજના હિતમાં અને મુસ્લિમ સમુદાયના હિતમાં એક અદ્ભુત કાયદો બનાવવા બદલ અભિનંદન આપું છું. હવે વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ થશે અને તમામ ગરીબ અને પછાત મુસ્લિમોના અધિકારો પણ સુરક્ષિત રહેશે.12:48 AM IST
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન : બીજા દિવસે ગુજરાતની રાજનીતિ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા : બે મહત્વના પ્રસ્તાવને મંજૂરીની શક્યતા : કોંગ્રેસ સમિતિના તમામ અધ્યક્ષો, વિધાનમંડળ પક્ષના નેતાઓ, મુખ્યમંત્રીઓ તેમજ CWCના કાયમી, વિશેષ અને આમંત્રિત સભ્યો સહિત કુલ 158 નેતાઓએ ભાગ લીધો : સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના એજન્ડા પર ધ્યાન : AICCની બેઠકમાં દેશભરના નેતાઓની હાજરી8:12 AM IST

તારી પાછળ કરેલો ખર્ચ પાછો નહિ દે તો મારી નાખીશઃ પુર્વ મિત્રએ ધમકી દેતાં નર્સિંગની છાત્રાએ ફિનાઇલ પીધું : બજરંગવાડી વિસ્તારની ૨૧ વર્ષની યુવતિની ફરિયાદ પરથી દૂધસાગર રોડના જાવીદ હાલા અને તેના સંબંધી અફઝલ ઉર્ફ કાલી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડશીપ અને પછી રિલેશનશીપ થઇ બાદમાં યુવાને માથાકુટ ચાલુ કરતાં કેસ કર્યોઃ સમાધાન બાદ ફરી ધમકીઓ ચાલુ કરી નોંધ્યોઃ રસ્તામાં રોકી પરિવારને ઉઠાવી લેવાની, પરિક્ષામાં નાપાસ કરાવવાની પણ ધમકી દીધી3:11 PM IST
જોગવડ ગામે દારૂ સાથે ઝડપાયો11:14 AM IST
માધવપુરમાં સાંજે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહઃ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે : નજીકના કડછથી ગ્રામ્યજનો વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે રૂક્ષ્મણીજીનું મામેરું લઇને નીજ મંદિરે આવ્યાઃ ધ્વજારોહણઃ રાત્રે ઉત્તર-પૂર્વે રાજયો તથા ગુજરાતના કલાકારોનો કલરફુલ સાંસ્કૃતિક કાર્યક્રમ માધવપુરના મેળામાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે અરૂણાચલના રાજયપાલ લેફટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ હાજર રહેશે11:48 AM IST
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વિલ પુકોવસ્કીએ માથા પર થયેલ ઇજાની લંબાયેલી સારવારને કારણે નિવૃત્તિના નિર્ણયને સમર્થન આપ્યું : આ એક મુશ્કેલ વર્ષ રહ્યું, ઘણા લક્ષણો દૂર થયા નહીં, જેના કારણે હું આ નિર્ણય પર આવ્યો છું," વિક્ટોરિયાનો ભૂતપૂર્વ નંબર ત્રણ બેટ્સમેન, જેણે માથાનો દુખાવો, ચક્કર અને સુસ્તી સામે લડત આપી, મેલબોર્ન ક્રિકેટ ક્લબ સાથે કોચિંગ કરવાનું પસંદ કરશે. 6:08 PM IST
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથેની ત્રિકોણીય ODI શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન : ઝડપી બોલરો રેણુકા સિંહ અને તિતસ સાધુ ઘાયલ હોઈ પસંદગી માટે ઉપલબ્ધ નહિ: ત્રિકોણીય ODI શ્રેણી 27 એપ્રિલથી શ્રીલંકામાં શરૂ થશે. દરેક ટીમ 4-4 મેચ રમશે એટલે કે દરેક ટીમ સાથે 2-2 મેચ રમશે. ભારત ૨૭ એપ્રિલે શ્રીલંકા સામે પોતાની પહેલી મેચ રમશે.7:55 PM IST